પાકિસ્તાનને એરસ્પેસ બંધ કરતાં ભારતીય એરલાઇન્સની ઇન્ટરનેશનલ ફ્લાઇટ પ્રભાવિત થશે
પાકિસ્તાનને એરસ્પેસ બંધ કરતાં ભારતીય એરલાઇન્સની ઇન્ટરનેશનલ ફ્લાઇટ પ્રભાવિત થશે
Blog Article
કાશ્મીર આતંકવાદી હુમલા પછી ભારત સાથે તંગદિલી વચ્ચે પાકિસ્તાનને ભારતની માલિકી અને ભારતમાં સંચાલિત એરલાઇન્સ માટે તેની એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય કર્યો હોવાથી ભારતની એરલાઇન્સની ઇન્ટરનેશનલ ફ્લાઇટ્ને અસર થવાની ધારણા છે.
ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ એક્સ પરના એક મેસેજમાં જણાવ્યું હતું કે ફ્લાઇટનો રૂટ બદલવાને કારણે “વૈકલ્પિક લાંબો રૂટ” પસંદ કરવો પડશે અને તેનાથી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પ્રભાવિત થઈ શકે છે.એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વની કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. બંને એરલાઇન્સે મુસાફરોને એરપોર્ટ જતા પહેલા ફ્લાઇટના શિડ્યુલ્ડને બે વખત તપાસ કરવા અનુરોધ કર્યો હતો.